Wednesday, 15 October 2014

જાણવા જેવું

જાણવા જેવું

• ચિત્તો દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી છે. જેની ઝડપ કલાકની 70 માઈલ એટલે કે 113 કિ.મી.ની છે.
• સ્નો લેપર્ડના પાછલા પગના સ્નાયુ એટલા લાંબા છે કે તે એક કૂદકામાં પોતાના શરીર કરતા સાત ગણો લાંબો કૂદકો મારી શકે છે.
• જેવી રીતે બે મનુષ્યની આંગળીઓનાં ચિન્હો એક સરખા નથી હોતા તેવી રીતે બે વાઘ ઊપરની લીટીઓના નિશાન સરખા નથી હોતા.
• જંગલમાં સિંહનું અયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે જ્યારે માનવ વસ્તિમાં તેનું આયુષ્ય 25 વર્ષનું હોય છે.
• પહાડી સિંહ અને દીપડો પોતાનો શિકાર સાથે વહેંચીને ખાય છે.
• સૂર્યનો પ્રકાશ પૃથ્વી આસપાસ એક સેકન્ડમાં 1,86,000 માઈલની ઝડપે ફેલાય છે.
• સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા 8 મિનિટ અને 17 સેકંડ લાગે છે.
• પૃથ્વી તેની ધરી પર કલાકના 1,000 માઈલની ઝડપે ફરે છે જ્યારે અવકાશમાં તે કલાકના 67,000 માઈલની ગતિએ ફરે છે.
• પૃથ્વી પર દરેક સેકન્ડ પર થતા જનમતા માનવીના ફક્ત 10% જ જીવીત રહે છે.
• દર વર્ષે પૃથ્વી પર 1 લાખ ધરતીકંપ થાય છે.
• પૃથ્વીતારાસૂરજ બધાં જ 4,56 અબજ વર્ષો જૂના છે.
• દરેક સેકંડે લગભગ 100 વાર વીજળી પૃથ્વી પર ત્રાટકે છે.
• વીજળીથી દર વર્ષે દુનિયામાં લગભગ 1,000 માનવીઓનું મૃત્યુ થાય છે.
·   એક સાદી પેન્સિલથી ૬૦ કી.મી. લાંબી લીટી દોરી શકાય છે.
·   ગોકળગાય બ્લેડ કે તલવારની ધાર પર ઇજા પામ્યા વગર ચાલી શકે છે 
·      અંગ્રેજી ભાષામાં E સૌથી વધુ વખત અને Q સૌથી ઓછી વખત વપરાય છે.

શરીરમાં દવા કેવી રીતે અસર કરે છે.


http://t0.gstatic.com/images?q=tbn:6LYoxeTmA00m2M%3Ahttp://pavamanpharma.com/images/capsul.jpg

ધારોકે આપણને માથામાં દુખાવો થાય ત્યારે શરીરના અસરગ્રસ્ત કોષો પ્રોસ્ટાગ્લેનિડ્સ રસાયણો પેદા કરી મગજને પીડાનું તીવ્ર સિગ્નલ મોકલે છે. આ રસાયણ પેદા કરવા માટે તેઓ સાયકલોઓકિસજન -૨ ( cox-2) નામના એન્ઝાઇમ ને કામે લગાડે છેઆ દ્રવ્ય બન્યા કરે ત્યાં સુધી દુખાવો થયા કરે.બીજી તરફ ડીસ્પ્રિન કે એસ્પ્રિન જેવી દવા ( cox-2)ને રોકી દે છે.એટલે દુખાવો બંધ થાય છે
માથાનો  નો દુખાવો કેવી રીતે થાય છે
માથાની બાહ્ય સપાટીનું  ક્ષેત્રફળ તમામ શરીર ની તુલનાએ માત્ર ૧૦ %હોવા છતા શરીરના બીજા હિસ્સા કરતાં તેમાં વધુ રક્તવાહિનીઓ  છે. સરેરાશ જોવા બેસો તો ૩૦ % શારીરિક  ઉષ્મા મસ્તકની સપાટી ધ્વારા  ઉત્ત્પન થાય છે. માટે એ ભાગમાં ઉષ્ણતામાન ઘટે છે .પૂરતા ગરમાટાના  અભાવે સ્નાયુઓ ત્યાં સંકોચાય અને તેમની વચ્ચેના સંવેદનશીલ જ્ઞાનતંતુઓ દબાય એટલે માથું દુખાવા માંડે છે.


1 comment:

  1. visit my blog http://goldenthoughts1991.blogspot.in/

    ReplyDelete