ટી-20ના ઈતિહાસમાં શુક્રવારે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ તોડી સસેક્સની ટીમ વર્લ્ડ ટી-20માં ટોપ પર આવી ગઈ છે. શુક્રવારે રાત્રે રમવામાં આવેલ ડોમેસ્ટિક ટી-20 ક્રિકેટ દરમ્યાન લ્યૂક રાઈટે જબર દસ્ત 12 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી 153 રનની પારી રમી સસેક્સે અસેક્સના 226 રનના લક્ષ્યાંકને સરળતાથી પાર કરી દીધો.
પહેલા બેટીંગ કરતા અસેક્સની ટીમે શાનદાર 226 રનોનો પહાડ કર્યો હતો. પરંતુ લ્યૂક રાઈટની બેટીંગની મદદથી આ પહાડ જેવો લક્ષ્યાંક પણ સરળતાથી થઈ ગયો.
આવડા મોટા લક્ષ્યાંકનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરેલ સસેક્સ ટીમની શરૂઆત એકદમ ખરાબ રહી અને તેણે પહેલી બે વિકેટ ફક્ત 3 રનમાં ખોઈ હતી. પરંતુ ત્યારબાદ ટીમે શાનદાર વાપસી કરી વિજયી પારી રમી હતી.
સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ અત્યાર સુધીમાં કોબરાજના નામે હતો, તેણે ટાઈટંસ વિરુદ્ધ 224 રન બનાવી આ રેકોર્ડ બનાવ્યો હતો.
બેટીંગમાં લ્યૂક આ પારી રમી ઈંગ્લેન્ડ ડોમેસ્ટિક ટી-20માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ અસેક્સના ગ્રાહમ નેપિયરના નામે હતો. તેણે વર્ષ 2008માં સસેક્સની સામે જ 152 રન બનાવ્યા હતા.

No comments:
Post a Comment