Wednesday, 15 October 2014

વધુ એક સફળતા, ઈસરો દ્વારા ત્રીજા સંશોધક ઉપગ્રહ IRNSS 1Cનું સફળ પ્રક્ષેપણ


વધુ એક સફળતા, ઈસરો દ્વારા ત્રીજા સંશોધક ઉપગ્રહ IRNSS 1Cનું સફળ પ્રક્ષેપણ


શ્રીહરિકોટા, 16 ઓક્ટોબર

અવકાશ ક્ષેત્રે સફળતાનાં શિખરો સર કરનાર ભારત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. ઈસરો દ્વારા આઈઆરએનએસએસ સિરીઝના ત્રીજા ઉપગ્રહ 1 સીનું લોન્ચિંગ સફળ રહ્યું છે. ગુરૂવારે રાત્રે 1.32 કલાકે પીએસએલવી –સી 26 દ્વારા શ્રીહરિકોટા ખાતે આવેલા સતિષ ધવન સ્પેસ સેન્ટરથી આઈઆરએનએસએસ સી 1નું લોન્ચિંગ કરાયું હતું. લોન્ચિંગ બાદ 20 પછી ઉપગ્રહ 499.63 કિમીની ઉંચાઈએ સ્થિર થયો હતો,જેની ગતિ 9604.87 મીટર પ્રતિ સેકન્ડ છે.

આ પહેલાં 10 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે 1.56 વાગ્યે ભારતીય રોકેટ પીએસએલવી સી26 લોન્ચ કરવાનું હતું. પણ ટેક્નિકી પ્રોબ્લમને કારણે તેનાં પ્રરિક્ષણની તારીખ લંબાવવામાં આવી હતી. અમેરિકાનાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પ્રમાણેનાં ક્ષેત્રિય પ્રણાલી સ્થાપિત કરવાનાં ઉદ્દેશથી સાત ઉપગ્રહોની સીરિઝ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 

ઈસરોના ચેરમેન કે.રાધાક્રૃષ્ણએ આ અંગે જણાવ્યું કે ‘આ એક પરફેક્ટ લોન્ચિંગ છે. એક હજાર સભ્યોની બે મહિનાની મહેનતનું આ સફળ પરિણામ છે. ’  શરૂઆતમાં 

આ ઉપગ્રહ સબ જીઓસિક્રોનસ સાથે 282.5 કિમીની ભ્રમણકક્ષામાં મુકાયો છે. બાદમાં ઉપગ્રહને ભૂ-સ્થિર ભ્રમણકક્ષામાં સ્થાનાંતરીત કરવામાં આવશે.

1 comment:

  1. visit my blog http://goldenthoughts1991.blogspot.in/

    ReplyDelete