Monday, 20 October 2014

ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતની ર૮ વર્ષ બાદ ઐતિહાસિક જીત

બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને ૯પ રને હરાવ્યું : ૭૪ રન આપી સાત વિકેટ ઝડપનાર ઈશાંત મેન ઓફ ધ મેચ : શ્રેણીમાં ભારતને ૧-૦ની સરસાઈ


ક્રિકેટના કાંશી ગણતા લોડ્ઝના ઐતિહાસિક મેદાનમાં યજમાન ઇંગ્લેન્ડને પછાડીને ટીમ ઇન્ડિયાએ વિજય પતાકા લહેરાવી છે. બીજી ટેસ્ટ મેચમાં આજે પાંચમા અને છેલ્લા દિવસે લંચ બાદના સત્રમાં યજમાન ટીમને ૨૨૩ રનમાં ઓલાઉટ કરીને ભારતે મેચ ૯૫ રને જીતી લીધી હતી.


ઇંગ્લેન્ડ સામે મેચ જીતવા ભારતે ૩૧૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો પરંતુ બીજી ઇનિંગ્સમ અંગ્રેજ ટીમ માત્ર ૨૨૩ રન બનાવી તંબુ ભેગી થઇ ગઈ હતી. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સમાં કમરતોડવામાં મહત્વની ભૂમિકા ઇશાંત શર્માએ ભજવી હતી. ઇશાંત શર્માએ બીજી ઇનિંગ્સમાં ૭૪ રન આપી સાત વિકેટ ઝડપી હતી. ટેસ્ટ કારકીર્દીમાં ઇશાંત શર્માનો આ શ્રેષ્ઠ દેખાવ છે. આ પહેલા તેણે તેનો શ્રેષ્ઠ દેખાવ ૫૧ રનમાં છ વિકેટનો હતો. ઇશાંત શર્માને આ શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક જીત સાથે જ ટીમ ઇન્ડિયાએ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. હવે ત્રીજી ટેસ્ટ ૨૭મી જુલાઈથી રમાશે. આ પહેલા લોડ્ઝના મેદાન પર ભારતે છેલ્લે ૧૯૮૬માં એક માત્ર ટેસ્ટ વિજય મેળવ્યો હતો. ત્યારે હવે ધોનીની આગેવાનીમાં ૨૮ વર્ષ બાદ લોડ્ઝ ફતેહ કરી ટીમ ઇન્ડિયાએ જીતના દુકાળનો અંત લાવી દીધો છે.


ઇંગ્લેન્ડની ટીમે ગઇકાલના ચાર વિકેટે ૧૦૫ રનના દાવને આગળ ધપાવતા જો રૃટ અને મોઈન અલીની જોડીએ બે કલાક સુધી ભારતીય બોલરને હંફાવ્યા હતા. ભારતને છેક લંચ પૂર્વેના અંતિમ બોલમાં પ્રથમ સફળતા મળી હતી. ઇશાંત શર્માએ અલીને ચેતેશ્વર પુજારાના હાથમાં ઝીલાવી દીધો હતો. ઇંગ્લેન્ડની આ પાંચમી વિકેટ ૧૭૩ રનના સ્કોર પર પડી હતી. મોઇન અલીએ જોરૃટ સાથે પાંચમી વિકેટની ભાગીદારીમાં ૧૦૧ રન બનાવ્યા હતા. આ ભાગીદારીનો અંત આવતા જ ઇંગ્લેન્ડના પતનની શરૃઆત થઇ હતી. ઇશાંત શર્માના આતંક સામે ઇંગ્લેન્ડની ટીમ ૨૨૩ રન બનાવી તંબુ ભેગી થઇ ગઇ હતી. આ સાથે જ ભારતે ૨૮ વર્ષ બાદ લોડ્ઝના ઐતિહાસિક મેદાનમાં પોતાની વિજય પતાકા લહેરાવી છે.


મોદીએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામે મળેલી તેની અૈતિહાસિક જીત બદલ અનિભંદન પાઠવ્યા અને કહ્યું કે તેમના આ ઉમદા પ્રદર્શન બદલ મને ગર્વ છે. મોદીએ ટ્વિટ કર્યું કે, ‘‘ભારતીય ટીમને શાનદાર રમત રમી. લોર્ડ્સ પર શાનદાર જીત બદલ અભિનંદન. અમે ઘણા ખુશ છીએ અને અમને આ ઉમદા પ્રદર્શન બદલ ગર્વ છે.’’ ભારતે લોર્ડ્સના અૈતિહાસિક મેદાન પર બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડને ૯૫ રને હરાવ્યું તેના તુર્ત જ બાદ વડાપ્રધાને આ ટ્વિટ કર્યું.


લોર્ડ્સ પર અમારા માટે એક યાદગાર જીત છે : ધોની

ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ૯૫ રને મળેલી જીતને યાદગાર ગણાવતા કહ્યું કે તમામ ખેલાડીઓના ઉમદા પ્રદર્શનના પ્રતાપે ટીમ લોર્ડ્સના અૈતિહાસિક મેદાન પર વિજય પતાકા ફરકાવવામાં સફળ રહી. ધોનીએ મેચ બાદ કહ્યું કે, આ અમારા માટે યાદગાર જીત છે. અમારા મોટાભાગના ખેલાડીઓને ઇંગ્લેન્ડમાં રમવાનો અનુભવ ન હતો પરંતુ તેમનું વલણ શાનદાર હતું. આ ઉમદા પ્રદર્શન હતું. તેણે કહ્યું કે અમે ૨૦૧૧ના પરાજય (ચારેય ટેસ્ટ મેચમાં)માંથી શીખ લીધી.

No comments:

Post a Comment