Monday, 20 October 2014

મેકગ્રાની હેટ્રિક અને ઓસ્ટ્રેલિયાએ જીતી હતી રેકોર્ડ બ્રેક ટેસ્ટ


પહેલા ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનું એકચક્રી શાસન હતું. આ પહેલા વેસ્ટ ઈન્ડીઝની ટીમે આવી બાદશાહત ભોગવી હતી. જો કે ઓસ્ટ્રેલિયન ટીમે પોતાના શાસન દરમિયાન ઘણા રેકોર્ડ્સ બનાવ્યા હતા. જેમાં એક રેકોર્ડ આજના દિવસે બન્યો હતો.
3 ડિસેમ્બર 2000ના રોજ ઓસ્ટ્રેલિયાએ પર્થ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડીઝને એક દાવ અને 27 રને પરાજય આપ્યો હતો. આ વિજય એક રેકોર્ડ બ્રેક વિજય હતો. કેમ કે આ વિજય સાથે જ ઓસ્ટ્રેલિયાએ સતત 12 ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડીઝના નામે હતો જેણે 11 ટેસ્ટ જીતી હતી.
જો કે આ પછી તો ઓસ્ટ્રેલિયાએ બીજી સતત ચાર ટેસ્ટ મેચ જીતી હતી અને સતત 16 ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાનું સુકાન સ્ટીવ વોના હાથમાં હતું. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટિંગે સ્ટીવ વોની ટીમની રેકોર્ડની બરાબરી કરી હતી અને તેણે પણ સતત 16 ટેસ્ટ મેચ જીતનારી ટીમની આગેવાની કરી હતી.
ઓસ્ટ્રેલિયાએ જે ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝને હરાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો તેમાં મેક ગ્રાએ પ્રથમ દાવમાં હેટ્રિક લીધી હતી. જ્યારે બીજા દાવમાં બ્રેટ લીએ પાંચ વિકેટ પોતાના નામે કરી હતી. આ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝનું પ્રદર્શન ઘણું કંગાળ રહ્યું હતું.

No comments:

Post a Comment