
એવું ઘણી વાર કહેવાય છે કે પ્રત્યેક મનુષ્ય ના અર્ધજાગ્રત મન માં ઘણી શક્તિ ઓ પડેલી હોય છે જેને જાગૃત કરવા માં આવે તો મનુષ્ય ની બધી જ ચેતના ઓ સંપૂર્ણ રીતે શક્તિમાન થઇ શકે છે. હજી બીજા ધોરણમાં થી ત્રીજા ધોરણ માં આવેલી તંજલ શાહ આ નું જીવતું જાગતું ઉદાહરણ છે. તેની આંખે ગમે તેટલા પાટા બાંધો તો પણ તે વાંચી , જોઈ, લખી, બધું જ કરી શકે છે જે ખુલ્લી આંખે થઇ શકે. એના હાથ માં આપેલી ચલણી નોટ ને સીરીયલ નંબર સાથે ઓળખી શકે છે અને તે પણ બે સેકંડ માં. અને આ બધું એ કરે છે એની નાક ની સુંઘવા ની શક્તિ થી અને ત્વચા ની સ્પર્શ શક્તિ થી. એના માટે આ જરાય નવું નથી. એના નાક થી બે ફૂટ દુર રાખેલ વસ્તુ નો આકાર, રંગ અને સંપૂર્ણ વર્ણન ફક્ત સુંઘી ને બે સેકંડ માં કરી દેતી આ નાનકડી છોકરી બીજું ઘણું બધું કરે છે જે આપની કલ્પના ની બહાર છે. બંધ આંખે કલર બ્લોક ના ઢગલા માંથી કલર છુટા પાડવા.. એને સળિયા માં પરોવવા.., પત્તા રમવા, ટોળા માંથી માણસને સુંઘી ને શોધવા વગેરે. વગેરે.. સુપર સેન્સરી ડેવેલપમેન્ટ તરીકે જાગ્રત કરેલી આ ઇન્દ્રિયોને લીધે એ ઘણું બધું એવું કરી શકે છે જે માનવા માં આવે નહિ. અત્યારે એની આ ઇન્દ્રિયો ને વધુ સતેજ બનાવવા માટે સતત મહેનત કરી રહેલી તંજલ નો ટાર્ગેટ છે પાંચ મિનીટ માં ૧૦૦ પાના ની બુક ને સંપૂર્ણપણે વાંચી ને યાદ કરવા નો… જયારે એની સાથે ભણતા બાળકો અને એમના માતા પિતા આ જુએ છે ત્યારે દંગ રહી જાય છે
No comments:
Post a Comment