Monday, 20 October 2014

વિશ્વ ક્રિકેટની યાદગાર તસવીરોઃ ફરી મેદાનમાં ઉતર્યા દિગ્ગજો

લંડન, 6 જુલાઇઃ લોર્ડ્સ ગ્રાઉન્ડ દ્વારા પોતાનો 200મો જન્મ દિવસ મનાવવામાં આવ્યો હતો. જે દરમિયાન લોર્ડ્સ મેદાન ખાતે ક્રિકેટ જગતના દિગ્ગજોને આમંત્રિત કર્યા હતા અને એ દિવસને યાદગાર બનાવી દીધો હતો. શનિવારે 50 ઓવરની એક્ઝિબિશન મેચ યોજવામાં આવી હતી, જેમાં મેલબોર્ન ક્રિકેટ ક્લબ(એમસીસી)ના સુકાની સચિન તેંડુલકર અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ(આરઓડબલ્યુ)ના સુકાની શેન વોર્ન ફરી એકવાર એકબીજાની સામસામે આવ્યા હતા.

આ મેચમાં એડમ ગિલ્ક્રિસ્ટ અને વિરેન્દ્ર સેહવાગે ગેમની શરૂઆત બેટિંગ કરીને કરી હતી અને બ્રેટ લી એ એક્ઝિબિશન મેચમાં પહેલી ઓવર નાંખી હતી. આ મેચમાં ફિંચે 181 રનની ઇંનિગ બનાવીને એમસીસીની આરઓડબલ્યુ સામે વિજયી બનાવ્યું હતં. જો કે આરઓડબલ્યુ તરફથી યુવરાજ સિંહે 132 રન ફટકાર્યા હતા. જ્યારે અજમલે 45 રનમાં 4 વિકેટ લીધી હતી. તો ચાલો આ મેચ સાથે જોડાયેલી પળોને તસવીરો થકી જોઇએ. તમામ તસવીરો લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ઓફિસિયલ ફેસબુક પેજ પરથી લેવામાં આવ્યા છે.


એમસીસી ટીમની તસવીર
મેચ શરૂ થઇ તે પહેલા એમસીસી ટીમના ખેલાડીઓએ સાથે તસવીર ખેંચાવી હતી. આ ટીમનું નેતૃત્વ સચિન તેંડુલકર દ્વારા કરવામાં આવ્યું છે.



રેસ્ટ ઓફ ધ વર્લ્ડ ચીમ
આ ટીમનું નેતૃત્વ શેન વોર્ન દ્વારા કરવામાં આવ્યું છે. તેણે મેચ શરૂ થતા પહેલા આ તસવીર ખેંચી હતી.




ઘ લેજન્ડ્સ
તેંડુલકર અને વોર્ન ટોસ ઉછાળવામાં આવ્યો તે પહેલા એકબીજા સાથે વાતો કરી રહ્યાં હતા.



યુવરાજે વ્યક્ત કરી સદીની ખુશી
આ મેચમાં યુવરાજ સિંહે 132 રનની ઇનિંગ ફટકારી હતી, સદી ફટકાર્યા બાદ યુવરાજે સદીની ફટકાર્યાની ખુશી વ્યક્ત કરી હતી.



સચિન બોલિંગ નાખવા માટે તૈયાર
સચિને તેંડુલકરે આ મેચમાં ચાર ઓવર નાંખી હતી, જેમાં 33 રન આપ્યા હતા અને યુવરાજ સિંહની વિકેટ લીધી હતી.


ઉજવણી સમય
સહેવાગની વિકેટ લીધા બાદ બ્રેટ લીએ સાથી ખેલાડીઓ સાથે વિકેટ લીધાની ઉજવણી કરી હતી.


ગ્રેટેસ્ટ સેલ્ફી?
પ્રી મેચ ડીનર પહેલા બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા એક સાથે તસીવરો ખેંચાવી હતી. વોર્ને તેને ધ ગ્રેટેસ્ટ એવર સેલફી કહી હતી.



ગિલક્રિસ્ટની વિકેટ
અજમલની ઓવરમાં ક્રિસ રીડે ગિલક્રિસ્ટને 21 રન પર સ્ટમ્પ આઉઠ કર્યો હતો.




No comments:

Post a Comment