Monday, 20 October 2014

પ્રથમ ટેસ્ટ મેચના કેટલીક રસપ્રદ બાબતો અને રેકોર્ડ્સ


- ઈંગ્લેન્ડનો સુકાની જેમ્સ લિલીવ્હાઈટ (જૂનિયર) હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાનું સુકાન ડેવ ગ્રેગરીએ સંભાળ્યું હતું.
- ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો હતો અને તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
- આલ્ફ્રેડ શોએ ટેસ્ટ ક્રિકેટનો પ્રથમ બોલ ફેંક્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ચાર્લ્સ બેનરમેન ટેસ્ટનો પ્રથમ બોલનો સામનો કરનારો પ્રથમ બેટ્સમેન બન્યો હતો.
- ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ રન ફટકારવાનો રેકોર્ડ પણ બેનરમેનના નામે છે. તેણે મેચના બીજા જ બોલ પર એક રન ફટકાર્યો હતો.
- બેનરમેન જ ટેસ્ટ ઈતિહાસની પ્રથમ સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે પ્રથમ દાવમાં ઓપનિંગમાં આવીને 18 ચોગ્ગાની મદદથી 165 રન બનાવ્યા હતા. જો કે જ્યોર્જ ઉલિટનો બોલ તેની આંગળી પર વાગતા તેણે રિટાયર્ડ હર્ટ થવાની ફરજ પડી હતી.
- ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં 245 રન ફટકાર્યા હતા. જેમાં બેનરમેને 165 રન બનાવ્યા હતા. આમ ટીમના ટોટલના 67.3% રન ફટકારવાનો રેકોર્ડ બેનરમેનના નામે છે. જે ટેસ્ટ ક્રિકેટ શરૂ થયાના 130 વર્ષે પણ અકબંધ છે.
- ઈંગ્લિશ બોલર એલન હિલના નામે ટેસ્ટ ક્રિકેટની પ્રથમ વિકેટ લેવાની સિદ્ધિ નોંધાઈ છે. તેણે કાંગારૂ બેટ્સમેન નાટ થોમસનને બોલ્ડ કર્યો હતો.
- એલન હિલના નામે ટેસ્ટ ક્રિકેટનો પ્રથમ કેચ કરવાની સિદ્ધિ પણ છે. તેણે આલ્ફ્રેડ શોના બોલ પર ટોમ હોરનનો કેચ પકડ્યો હતો.
- ઓસ્ટ્રેલિયાના બિલી મિડવિન્ટરે પ્રથમ પાંચ વિકેટ હોલ મેળવ્યો હતો. જો કે બાદમાં ઈંગ્લેન્ડના આલ્ફ્રેડ શોએ પણ પાંચ વિકેટ લીધી હતી.
- જો કે ટોપ પર્ફોમર બોલર હતો ઓસ્ટ્રેલિયાનો ટોમ કેન્ડલ, કે જેણે ઈંગ્લેન્ડના બીજા દાવમાં કુલ 7 વિકેટ પોતાના નામે કરી હતી.
- આ મેચમાં ઈંગ્લેન્ડના જેમ્સ સાઉથરટોને 49 વર્ષ અને 119 દિવસની ઉંમરે ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું જે આજે પણ એક રેકોર્ડ છે. - ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 245 અને બીજા દાવમાં 104 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં 196 અને બીજા દાવમાં 108 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટ જીતવા માટે 154 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જો કે ઈંગ્લિશ ટીમ 108 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી અને તે પ્રથમ ટેસ્ટ મેચ 45 રને હારી ગઈ હતી.

No comments:

Post a Comment