Monday, 20 October 2014

શરીરમાં દવા કેવી રીતે અસર કરે છે.



http://t0.gstatic.com/images?q=tbn:6LYoxeTmA00m2M%3Ahttp://pavamanpharma.com/images/capsul.jpg

ધારોકે આપણને માથામાં દુખાવો થાય ત્યારે શરીરના અસરગ્રસ્ત કોષો પ્રોસ્ટાગ્લેનિડ્સ રસાયણો પેદા કરી મગજને પીડાનું તીવ્ર સિગ્નલ મોકલે છે. આ રસાયણ પેદા કરવા માટે તેઓ સાયકલોઓકિસજન -૨ ( cox-2) નામના એન્ઝાઇમ ને કામે લગાડે છેઆ દ્રવ્ય બન્યા કરે ત્યાં સુધી દુખાવો થયા કરે.બીજી તરફ ડીસ્પ્રિન કે એસ્પ્રિન જેવી દવા ( cox-2)ને રોકી દે છે.એટલે દુખાવો બંધ થાય છે
માથાનો  નો દુખાવો કેવી રીતે થાય છે
માથાની બાહ્ય સપાટીનું  ક્ષેત્રફળ તમામ શરીર ની તુલનાએ માત્ર ૧૦ %હોવા છતા શરીરના બીજા હિસ્સા કરતાં તેમાં વધુ રક્તવાહિનીઓ  છે. સરેરાશ જોવા બેસો તો ૩૦ % શારીરિક  ઉષ્મા મસ્તકની સપાટી ધ્વારા  ઉત્ત્પન થાય છે. માટે એ ભાગમાં ઉષ્ણતામાન ઘટે છે .પૂરતા ગરમાટાના  અભાવે સ્નાયુઓ ત્યાં સંકોચાય અને તેમની વચ્ચેના સંવેદનશીલ જ્ઞાનતંતુઓ દબાય એટલે માથું દુખાવા માંડે છે.

જાણવા જેવું

ચિત્તો દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી છે. જેની ઝડપ કલાકની 70 માઈલ એટલે કે 113 કિ.મી.ની છે.
• સ્નો લેપર્ડના પાછલા પગના સ્નાયુ એટલા લાંબા છે કે તે એક કૂદકામાં પોતાના શરીર કરતા સાત ગણો લાંબો કૂદકો મારી શકે છે.
• જેવી રીતે બે મનુષ્યની આંગળીઓનાં ચિન્હો એક સરખા નથી હોતા તેવી રીતે બે વાઘ ઊપરની લીટીઓના નિશાન સરખા નથી હોતા.
• જંગલમાં સિંહનું અયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે જ્યારે માનવ વસ્તિમાં તેનું આયુષ્ય 25 વર્ષનું હોય છે.
• પહાડી સિંહ અને દીપડો પોતાનો શિકાર સાથે વહેંચીને ખાય છે.
• સૂર્યનો પ્રકાશ પૃથ્વી આસપાસ એક સેકન્ડમાં 1,86,000 માઈલની ઝડપે ફેલાય છે.
• સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા 8 મિનિટ અને 17 સેકંડ લાગે છે.
• પૃથ્વી તેની ધરી પર કલાકના 1,000 માઈલની ઝડપે ફરે છે જ્યારે અવકાશમાં તે કલાકના 67,000 માઈલની ગતિએ ફરે છે.
• પૃથ્વી પર દરેક સેકન્ડ પર થતા જનમતા માનવીના ફક્ત 10% જ જીવીત રહે છે.
• દર વર્ષે પૃથ્વી પર 1 લાખ ધરતીકંપ થાય છે.
• પૃથ્વીતારાસૂરજ બધાં જ 4,56 અબજ વર્ષો જૂના છે.
• દરેક સેકંડે લગભગ 100 વાર વીજળી પૃથ્વી પર ત્રાટકે છે.
• વીજળીથી દર વર્ષે દુનિયામાં લગભગ 1,000 માનવીઓનું મૃત્યુ થાય છે.
·   એક સાદી પેન્સિલથી ૬૦ કી.મી. લાંબી લીટી દોરી શકાય છે.
·   ગોકળગાય બ્લેડ કે તલવારની ધાર પર ઇજા પામ્યા વગર ચાલી શકે છે 
·      અંગ્રેજી ભાષામાં E સૌથી વધુ વખત અને Q સૌથી ઓછી વખત વપરાય છે.

વિશ્વ ક્રિકેટની યાદગાર તસવીરોઃ ફરી મેદાનમાં ઉતર્યા દિગ્ગજો

લંડન, 6 જુલાઇઃ લોર્ડ્સ ગ્રાઉન્ડ દ્વારા પોતાનો 200મો જન્મ દિવસ મનાવવામાં આવ્યો હતો. જે દરમિયાન લોર્ડ્સ મેદાન ખાતે ક્રિકેટ જગતના દિગ્ગજોને આમંત્રિત કર્યા હતા અને એ દિવસને યાદગાર બનાવી દીધો હતો. શનિવારે 50 ઓવરની એક્ઝિબિશન મેચ યોજવામાં આવી હતી, જેમાં મેલબોર્ન ક્રિકેટ ક્લબ(એમસીસી)ના સુકાની સચિન તેંડુલકર અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ(આરઓડબલ્યુ)ના સુકાની શેન વોર્ન ફરી એકવાર એકબીજાની સામસામે આવ્યા હતા.

આ મેચમાં એડમ ગિલ્ક્રિસ્ટ અને વિરેન્દ્ર સેહવાગે ગેમની શરૂઆત બેટિંગ કરીને કરી હતી અને બ્રેટ લી એ એક્ઝિબિશન મેચમાં પહેલી ઓવર નાંખી હતી. આ મેચમાં ફિંચે 181 રનની ઇંનિગ બનાવીને એમસીસીની આરઓડબલ્યુ સામે વિજયી બનાવ્યું હતં. જો કે આરઓડબલ્યુ તરફથી યુવરાજ સિંહે 132 રન ફટકાર્યા હતા. જ્યારે અજમલે 45 રનમાં 4 વિકેટ લીધી હતી. તો ચાલો આ મેચ સાથે જોડાયેલી પળોને તસવીરો થકી જોઇએ. તમામ તસવીરો લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ઓફિસિયલ ફેસબુક પેજ પરથી લેવામાં આવ્યા છે.


એમસીસી ટીમની તસવીર
મેચ શરૂ થઇ તે પહેલા એમસીસી ટીમના ખેલાડીઓએ સાથે તસવીર ખેંચાવી હતી. આ ટીમનું નેતૃત્વ સચિન તેંડુલકર દ્વારા કરવામાં આવ્યું છે.



રેસ્ટ ઓફ ધ વર્લ્ડ ચીમ
આ ટીમનું નેતૃત્વ શેન વોર્ન દ્વારા કરવામાં આવ્યું છે. તેણે મેચ શરૂ થતા પહેલા આ તસવીર ખેંચી હતી.




ઘ લેજન્ડ્સ
તેંડુલકર અને વોર્ન ટોસ ઉછાળવામાં આવ્યો તે પહેલા એકબીજા સાથે વાતો કરી રહ્યાં હતા.



યુવરાજે વ્યક્ત કરી સદીની ખુશી
આ મેચમાં યુવરાજ સિંહે 132 રનની ઇનિંગ ફટકારી હતી, સદી ફટકાર્યા બાદ યુવરાજે સદીની ફટકાર્યાની ખુશી વ્યક્ત કરી હતી.



સચિન બોલિંગ નાખવા માટે તૈયાર
સચિને તેંડુલકરે આ મેચમાં ચાર ઓવર નાંખી હતી, જેમાં 33 રન આપ્યા હતા અને યુવરાજ સિંહની વિકેટ લીધી હતી.


ઉજવણી સમય
સહેવાગની વિકેટ લીધા બાદ બ્રેટ લીએ સાથી ખેલાડીઓ સાથે વિકેટ લીધાની ઉજવણી કરી હતી.


ગ્રેટેસ્ટ સેલ્ફી?
પ્રી મેચ ડીનર પહેલા બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા એક સાથે તસીવરો ખેંચાવી હતી. વોર્ને તેને ધ ગ્રેટેસ્ટ એવર સેલફી કહી હતી.



ગિલક્રિસ્ટની વિકેટ
અજમલની ઓવરમાં ક્રિસ રીડે ગિલક્રિસ્ટને 21 રન પર સ્ટમ્પ આઉઠ કર્યો હતો.




ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતની ર૮ વર્ષ બાદ ઐતિહાસિક જીત

બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને ૯પ રને હરાવ્યું : ૭૪ રન આપી સાત વિકેટ ઝડપનાર ઈશાંત મેન ઓફ ધ મેચ : શ્રેણીમાં ભારતને ૧-૦ની સરસાઈ


ક્રિકેટના કાંશી ગણતા લોડ્ઝના ઐતિહાસિક મેદાનમાં યજમાન ઇંગ્લેન્ડને પછાડીને ટીમ ઇન્ડિયાએ વિજય પતાકા લહેરાવી છે. બીજી ટેસ્ટ મેચમાં આજે પાંચમા અને છેલ્લા દિવસે લંચ બાદના સત્રમાં યજમાન ટીમને ૨૨૩ રનમાં ઓલાઉટ કરીને ભારતે મેચ ૯૫ રને જીતી લીધી હતી.


ઇંગ્લેન્ડ સામે મેચ જીતવા ભારતે ૩૧૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો પરંતુ બીજી ઇનિંગ્સમ અંગ્રેજ ટીમ માત્ર ૨૨૩ રન બનાવી તંબુ ભેગી થઇ ગઈ હતી. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સમાં કમરતોડવામાં મહત્વની ભૂમિકા ઇશાંત શર્માએ ભજવી હતી. ઇશાંત શર્માએ બીજી ઇનિંગ્સમાં ૭૪ રન આપી સાત વિકેટ ઝડપી હતી. ટેસ્ટ કારકીર્દીમાં ઇશાંત શર્માનો આ શ્રેષ્ઠ દેખાવ છે. આ પહેલા તેણે તેનો શ્રેષ્ઠ દેખાવ ૫૧ રનમાં છ વિકેટનો હતો. ઇશાંત શર્માને આ શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક જીત સાથે જ ટીમ ઇન્ડિયાએ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. હવે ત્રીજી ટેસ્ટ ૨૭મી જુલાઈથી રમાશે. આ પહેલા લોડ્ઝના મેદાન પર ભારતે છેલ્લે ૧૯૮૬માં એક માત્ર ટેસ્ટ વિજય મેળવ્યો હતો. ત્યારે હવે ધોનીની આગેવાનીમાં ૨૮ વર્ષ બાદ લોડ્ઝ ફતેહ કરી ટીમ ઇન્ડિયાએ જીતના દુકાળનો અંત લાવી દીધો છે.


ઇંગ્લેન્ડની ટીમે ગઇકાલના ચાર વિકેટે ૧૦૫ રનના દાવને આગળ ધપાવતા જો રૃટ અને મોઈન અલીની જોડીએ બે કલાક સુધી ભારતીય બોલરને હંફાવ્યા હતા. ભારતને છેક લંચ પૂર્વેના અંતિમ બોલમાં પ્રથમ સફળતા મળી હતી. ઇશાંત શર્માએ અલીને ચેતેશ્વર પુજારાના હાથમાં ઝીલાવી દીધો હતો. ઇંગ્લેન્ડની આ પાંચમી વિકેટ ૧૭૩ રનના સ્કોર પર પડી હતી. મોઇન અલીએ જોરૃટ સાથે પાંચમી વિકેટની ભાગીદારીમાં ૧૦૧ રન બનાવ્યા હતા. આ ભાગીદારીનો અંત આવતા જ ઇંગ્લેન્ડના પતનની શરૃઆત થઇ હતી. ઇશાંત શર્માના આતંક સામે ઇંગ્લેન્ડની ટીમ ૨૨૩ રન બનાવી તંબુ ભેગી થઇ ગઇ હતી. આ સાથે જ ભારતે ૨૮ વર્ષ બાદ લોડ્ઝના ઐતિહાસિક મેદાનમાં પોતાની વિજય પતાકા લહેરાવી છે.


મોદીએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામે મળેલી તેની અૈતિહાસિક જીત બદલ અનિભંદન પાઠવ્યા અને કહ્યું કે તેમના આ ઉમદા પ્રદર્શન બદલ મને ગર્વ છે. મોદીએ ટ્વિટ કર્યું કે, ‘‘ભારતીય ટીમને શાનદાર રમત રમી. લોર્ડ્સ પર શાનદાર જીત બદલ અભિનંદન. અમે ઘણા ખુશ છીએ અને અમને આ ઉમદા પ્રદર્શન બદલ ગર્વ છે.’’ ભારતે લોર્ડ્સના અૈતિહાસિક મેદાન પર બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડને ૯૫ રને હરાવ્યું તેના તુર્ત જ બાદ વડાપ્રધાને આ ટ્વિટ કર્યું.


લોર્ડ્સ પર અમારા માટે એક યાદગાર જીત છે : ધોની

ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ૯૫ રને મળેલી જીતને યાદગાર ગણાવતા કહ્યું કે તમામ ખેલાડીઓના ઉમદા પ્રદર્શનના પ્રતાપે ટીમ લોર્ડ્સના અૈતિહાસિક મેદાન પર વિજય પતાકા ફરકાવવામાં સફળ રહી. ધોનીએ મેચ બાદ કહ્યું કે, આ અમારા માટે યાદગાર જીત છે. અમારા મોટાભાગના ખેલાડીઓને ઇંગ્લેન્ડમાં રમવાનો અનુભવ ન હતો પરંતુ તેમનું વલણ શાનદાર હતું. આ ઉમદા પ્રદર્શન હતું. તેણે કહ્યું કે અમે ૨૦૧૧ના પરાજય (ચારેય ટેસ્ટ મેચમાં)માંથી શીખ લીધી.

8 મહિના પછી વિરાટ કોહલીએ વન-ડેમાં ફટકારી સદી, લારાને રાખ્યો પાછળ

વિરાટ કોહલી : આક્રમક 'સચિન' અવતાર! (સ્પોર્ટ્સ સ્પેશિયલ)




સ્પોટ્ર્સ સ્પેશિયલ - તુષાર ત્રિવેદી
કોહલીની ક્ષમતા અને કૌશલ્યો જોતાં ભારત માટે કોહલી બીજો સચિજન બની શકે છે. તેણે માત્ર પોતાના લાગણી પર અંકુશ રાખવો પડશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી પૂરી થઈ ગઈ. આ શ્રેણીમાં સચિન તેંડુલકર તો રમતો ન હતો, પરંતુ તેમ છતાં આ વખતે ઘણાં વર્ષો બાદ ભારતીય રમતપ્રેમીઓને સચિનની ગેરહાજરીનો અહેસાસ થયો નહીં હોય. ટીમમાં રોહિત શર્મા, શિખર ધવન, ધોની વગેરે હતા, પરંતુ આ અહેસાસ નહીં થવા પાછળનું મુખ્ય કારણ હતું - વિરાટ કોહલી. યુવાન કોહલી તેની કારકિર્દીના આરંભથી જ અદ્ભુત બેટિંગ કરી રહ્યો છે અને હવે એમ લાગે છે કે સચિનની જગ્યા ભરવા માટે વિરાટ કોહલી વિરાટ ડગલાં માંડી રહ્યો છે. ખરેખર તો તે સચિનના પંથે જ ચાલી રહ્યો છે.
રીતભાત કે વર્તનની રીતે કે ટેમ્પરામેન્ટની રીતે વિરાટ કોહલી કદાચ સચિનના પંથે નહીં હોય પરંતુ મેદાન પરની બેટિંગની રીતે તો તે ચોક્કસપણે સચિનના માર્ગે ચાલી રહ્યો છે. ૧૯૮૮ની પાંચમી નવેમ્બરે જન્મેલો કોહલી બેટિંગસિદ્ધિઓમાં સચિનની લગોલગ ચાલી રહ્યો છે અને કેટલીક બાબતોમાં તો તે સચિનને પણ પાછળ રાખી રહ્યો છે. ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીની નાગપુર વન-ડેની જ વાત કરીએ તો ૩૫૦ રનના લક્ષ્યાંક સામે રમતી ટીમ માટે તેણે શાનદાર સદી ફટકારી અને ભારતને આસાન વિજય અપાવી દીધો. એ અગાઉ જયપુરમાં તો ૩૬૦ રનના લક્ષ્યાંક સામે તેણે ફાંકડી સદી ફટકારી અને ભારતે અસામાન્ય લક્ષ્યાંકને આસાન બનાવી દીધો.
કોહલીની ૧૭ સદીમાંથી ભારતે ૧૬માં વિજય હાંસલ કર્યો છે અને તેમાંથી ૧૧ વખત તો ભારત રનચેઝ કરી રહ્યું હતું. સચિન વિશે એવી માન્યતા (પુરાવાઓ વિરુદ્ધ હોવા છતાં) હતી કે સચિન સદી કરે ત્યારે ભારત હારતું જ હોય છે, પરંતુ કોહલી વિશે એવી માન્યતા છે અને પુરાવાઓ પણ છે કે તે સદી કરે એટલે ભારત હારતું જ નથી. ભારતને જ્યારે જંગી સ્કોરનો સામનો કરીને જીતવાનું હોય ત્યારે માત્ર ધોની જ નહીં, પરંતુ તમામની નજર કોહલી પર પડતી હતી અને ભાગ્યે જ કોહલીએ કોઈને નિરાશ કર્યા છે.
સચિનની માફક સાવ નાની વયે કોહલીને રમવા મળ્યું નથી, પરંતુ તે ધીરે ધીરે દિગ્ગજોની નજીક જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીના અંતે તેણે ૧૧૩ ઇનિંગ્સમાં ૪૯૧૯ રન નોંધાવી દીધા હતા. આટલા રન ૧૧૩ ઇનિંગ્સમાં ભારતના અન્ય કોઈ બેટ્સમેને નોંધાવ્યા નથી. સાક્ષાત્ સચિને પણ નહીં! આટલી ઇનિંગ્સ પછી સચિન તેંડુલકર ૪૦૫૮ રન નોંધાવી શક્યો હતો તો કોહલીની સાવ નજીક એવો ગૌતમ ગંભીર ૧૧૩ ઇનિંગ્સ પછી ૪૨૪૭ રન પર હતો. આ તો થઇ ભારતીય ક્રિકેટર્સ સાથેની સરખામણી પણ વિશ્વના અન્ય સ્ટાર બેટ્સમેન પર નજર કરીએ તો ૧૧૩ ઇનિંગ્સ પછી માત્ર કિંગ વિવિયન રિચાર્ડ્સ ૪૯૭૯ રન સાથે કોહલી કરતાં આગળ હતો એ સિવાય બ્રાયન લારા (૪૭૮૧), ગોર્ડન ગ્રિનીજ (૪૬૭૨) અને ઘણાં બધા ખેલાડીઓ કોહલી કરતાં પાછળ હતા. આ રીતે વિશ્વના બેટ્સમેનની વાત કરીએ તો સચિન આ યાદીમાં ૧૮મા ક્રમે છે.
જોકે, નાની વયે ૪૯૦૦ રન કરવાની વાત આવે તો સચિન મેદાન મારી જાય છે અને કોહલી બીજા ક્રમે છે એ તો ઠીક પણ એ પછી યુવરાજસિંહનો ક્રમ આવે છે અને જેકસ કાલિસ ચોથા ક્રમે છે. આમ નાની વયની સિદ્ધિઓમાં ભારતીયો મોખરે છે.
આ બધી તો રેકોર્ડની વાત થઈ પણ કારકિર્દીની શરૂઆતથી જ વિરાટ કોહલી હરીફ બોલર્સ સામે આક્રમકતાથી તૂટી પડતો જોવા મળ્યો છે. અન્ય ખેલાડીઓની સરખામણીએ કોહલીનો જુસ્સો પણ અલગ જ છે. આ બાબત ક્યારેક મેચ રેફરીની નજરમાં આવી જાય છે અને બસ, આ જ ફરક છે તેના અને સચિનમાં. કદાચ આ જ કારણસર હરીફ ખેલાડીઓ તરફથી જે આદર સચિન રમેશ તેંડુલકરને મળતો હતો તે કોહલીને નથી મળી રહ્યો.
કોહલીમાં આકર્ષક સ્ટ્રોક રમવાની ગજબની ક્ષમતા છે. દેશ માટે જોઈએ તેવું ઝનૂન પણ તેનામાં છે. વિકેટ પર ટકી રહેવાની વાત આવે તો પણ તે મોખરે રહે છે. આ બધી સારી બાબતો પછી એમાં કોઈ શંકા નથી કે ભારત માટે કોહલી બીજો સચિન બની શકે છે. તેણે માત્ર પોતાના લાગણી પર અંકુશ રાખવો પડશે.
એક નાનકડી ભૂલ અને મોટી સિદ્ધિથી વંચિત
આમ તો રેકોર્ડ વિશે ખેલાડીઓ ખાસ ચિંતા કરતા નથી તેમના માટે તો જેમ જેમ રમત આગળ વધે તેમ તેમ રેકોર્ડ તો બનતા જ રહેવાના છે. સચિન તેંડુલકરને જ લોને. સચિન મેચમાં કંઈ પણ કરે તો રેકોર્ડ બની જતો હોય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની તાજેતરની શ્રેણીમાં બેંગલુરુ ખાતેની છેલ્લી વન-ડે દરમિયાન વિરાટ કોહલી ૮૧ રન નોંધાવે તો તે ૨૫ વર્ષની વય વટાવ્યા પહેલાં જ કારકિર્દીના પાંચ હજાર રન પૂરા કરી શકે તેમ હતો. તેનું ફોર્મ જોતાં તે ૮૧ રન નોંધાવી દે તેમ લાગતું હતું પણ તે ખાતું ખોલાવે તે અગાઉ એક નાનકડી ભૂલને કારણે રન આઉટ થઈ ગયો. મજાની વાત તો એ હતી કે આ માટે વિરાટ કોહલીને ફરીથી ક્યારેય તક મળવાની નથી. કારણ એટલું જ કે એ દિવસે બીજી નવેમ્બર હતી અને વિરાટ કોહલી પાંચમી નવેમ્બરે ૨૫ વર્ષ પૂરાં કરવાનો હતો. આમ બાકીના ૮૧ રન માટે તેણે પાંચમી પછી જ મેચ રમવાની હતી. આ રીતે તે ૨૫ વર્ષની વય અગાઉ ૫૦૦૦ રન પૂરા કરી શક્યો નહીં. કોહલી ભવિષ્યમાં સચિનના તમામ રેકોર્ડ પોતાના નામે કરી લે તોપણ આ રેકોર્ડ તો નહીં જ તોડી શકે.

(સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી.)



       નવી દિલ્હી : ભારતે ધરમાળામાં રમાયેલી ચોથી વન-ડેમાં 59 રને વિજય મેળવી શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. આ શ્રેણીમાં હિરો રહ્યો છે વિરાટ કોહલી. તેણે દિલ્હીમાં 62 રનની અને ધરમશાળામાં 127 રનની ઇનિંગ્સ રમી હતી. આ કેલેન્ડર વર્ષમાં તેની ત્રીજી સદી છે. કોહલીએ 8 મહિના બાદ વન ડેમાં સદી ફટકારી છે. છેલ્લે 26 ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશ સામે 136 રન બનાવ્યા હતા. આ સદી સાથે બ્રાયન લારાનો રેકોર્ડ પણ તોડ્યો છે. 

આ વર્ષે વિરાટ દ્રારા ફટકારેલી સદી


123 રન - 19 જાન્યુઆરી 2014 - હરિફ ન્યૂઝીલેન્ડ
136 રન - 26 ફેબ્રુઆરી 2014 - હરિફ બાંગ્લાદેશ
127 રન - 17 ઓક્ટોબર 2014 - હરિફ વેસ્ટ ઇન્ડીઝ

બ્રાયન લારા અને સંગાકારાને પછાડ્યા


વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે કારકિર્દીની 20મી સદી ફટકારી હતી. આ સદી સાથે તેણે પૂર્વ કેરેબિયન દિગ્ગજ બ્રાયન લારા અને શ્રીલંકાના કુમાર સંગાકારાને પાછળ રાખી દીધા છે. આ બન્ને દિગ્ગજોએ 19 સદી ફટકારી છે.

એવરેજમાં મોખરે કોહલી


સૌથી વધારે વન-ડે સદી ફટકારનાર ટોપ-10 ખેલાડીઓમાં વિરાટ એકમાત્ર એવો બેટ્સમેન છે જેની એવરેજ 50 કરતા વધારે છે. વિરાટે 141 મેચમાં 51.57ની એવરેજથી રન બનાવ્યા છે. બીજા ક્રમે સચિન તેંડુલકરછે. સચિને 44.83ની એવરેજથી 49 સદી ફટકારી છે.

...તો 65 સદી ફટકારશે કોહલી


એક અંદાજ પ્રમાણે જો વિરાટ સચિનની બરાબર(463) વન-ડે મેચ રમવા મળે તો સદી લગાવવાનો હાલનો રેસિયો જોતા તે 65 સદી ફટકારી શકે તેમ છે. કોહલીએ 6.65મી ઇનિંગ્સમાં સદી ફટકારી છે. કોહલી દરેક ત્રીજી ઇનિંગ્સમાં 50નો આંકડા અને સાતમી ઇનિંગ્સમાં 100નો આંકડો વટાવે છે.

પ્રથમ સદી - 24 ડિસેમ્બર 2009


હરિફ -શ્રીલંકા
સ્થળ - કોલકાતા
રન - 107 (11 ફોર, 1 સિક્સર)

બીજી સદી - 11 જાન્યુઆરી 2010


હરિફ - બાંગ્લાદેશ
સ્થળ - ઢાકા
રન - 102* (11 ફોર)

ત્રીજી સદી - 20 ઓક્ટોબર 2010


હરિફ - ઓસ્ટ્રેલિયા
સ્થળ - વિશાખાપટ્નમ
રન - 118 (11 ફોર, 1 સિક્સર)

ચોથી સદી - 28 નવેમ્બર 2010


હરિફ - ન્યૂઝીલેન્ડ
સ્થળ - ગુવાહાટી
રન - 105 (10 ફોર)

પાંચમી સદી - 19 ફેબ્રુઆરી 2011


હરિફ - બાંગ્લાદેશ
સ્થળ - ઢાકા
રન - 100* (8 ફોર, 2 સિક્સર)

છઠ્ઠી સદી - 16 સપ્ટેમ્બર 2011


હરિફ - ઇંગ્લેન્ડ
સ્થળ - કાર્ડિફ
રન - 107 (9 ફોર, 1 સિક્સર)

સાતમી સદી - 17 ઓક્ટોબર 2011


હરિફ - ઇંગ્લેન્ડ
સ્થળ - દિલ્હી
રન - 112* (16 ફોર)

આઠમી સદી - 2 ડિસેમ્બર 2011


હરિફ - વેસ્ટ ઇન્ડીઝ
સ્થળ - વિશાખાપટ્ટનમ
રન - 117 (14 ફોર)

નવમી સદી - 28 ફેબ્રુઆરી 2012


હરિફ - શ્રીલંકા
સ્થળ - હોબાર્ટ
રન - 133* (16 ફોર, 2 સિક્સર)

દશમી સદી - 13 માર્ચ 2012


હરિફ - શ્રીલંકા
સ્થળ - ઢાકા
રન - 108 (7 ફોર)

11મી સદી - 18 માર્ચ 2012


હરિફ - પાકિસ્તાન
સ્થળ - ઢાકા
રન - 183 (22 ફોર, 1 સિક્સર)

12મી સદી - 21 જુલાઈ 2012

હરિફ - શ્રીલંકા
સ્થળ - હંબનટોટો
રન - 106 (9 ફોર)

13મી સદી - 31 જુલાઈ 2012


હરિફ - શ્રીલંકા
સ્થળ - કોલંબો
રન - 128* (12 ફોર, 1 સિક્સર)

14મી સદી - 5 જુલાઈ 2013


હરિફ - વેસ્ટ ઇન્ડીઝ
સ્થળ - પોર્ટ ઓફ સ્પેન
રન - 102 (13 ફોર, 2 સિક્સર)

15મી સદી - 24 જુલાઈ 2013


હરિફ - ઝિમ્બાબ્વે
સ્થળ - હરારે
રન - 115 (13 ફોર, 1 સિક્સર)

16મી સદી - 16 ઓક્ટોબર 2013


હરિફ - ઓસ્ટ્રેલિયા
સ્થળ - જયપુર
રન - 100* (8 ફોર, 7 સિક્સર)

17મી સદી - 30 ઓક્ટોબર 2013


હરિફ - ઓસ્ટ્રેલિયા
સ્થળ - નાગપુર
રન - 115* (18 ફોર, 1 સિક્સર)

18મી સદી - 19 જાન્યુઆરી 2014


હરિફ - ન્યૂઝીલેન્ડ
સ્થળ - નેપિયર
રન - 123 (11 ફોર, 2 સિક્સર)

19મી સદી - 26 ફેબ્રુઆરી 2014


હરિફ - બાંગ્લાદેશ
સ્થળ - ફાતુલ્લા
રન - 136 (16 ફોર, 2 સિક્સર)

20મી સદી - 17 ઓક્ટોબર 2014


હરિફ - વેસ્ટ ઇન્ડીઝ
સ્થળ - ધરમશાળા
રન - 127 (13 ફોર, 3 સિક્સર)

કોહલી ના નોંધનીય બે અગત્યના રેકોર્ડ્સ જે દર્શવે છે તેની પ્રતિભા


(૧) આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય વનડે ક્રિકેટ માં સૌથી વધુ સદી  ૨૨/૧૦/૨૦૧૪ સુધી
Player
Span
Mat
Runs
HS
Ave
BF
SR
100
50
SR Tendulkar (India)
1989-2012
463
18426
200*
44.83
21367
86.23
49
96
RT Ponting (Aus/ICC)
1995-2012
375
13704
164
42.03
17046
80.39
30
82
ST Jayasuriya (Asia/SL)
1989-2011
445
13430
189
32.36
14725
91.20
28
68
SC Ganguly (Asia/India)
1992-2007
311
11363
183
41.02
15416
73.70
22
72
HH Gibbs (SA)
1996-2010
248
8094
175
36.13
9721
83.26
21
37
CH Gayle (ICC/WI)
1999-2014
258
8810
153*
37.33
10482
84.04
21
46
V Kohli (India)
2008-2014
141
5879
183
51.57
6543
89.85
20
31
Saeed Anwar (Pak)
1989-2003
247
8824
194
39.21
10938
80.67
20
43
BC Lara (ICC/WI)
1990-2007
299
10405
169
40.48
13086
79.51
19
63
KC Sangakkara (Asia/ICC/SL)
2000-2014
380
12844
169
40.13
16561
77.55
19
86
AB de Villiers (Afr/SA)
2005-2014
168
6780
146
50.22
7128
95.11
18
38
ME Waugh (Aus)
1988-2002
244
8500
173
39.35
11053
76.90
18
50
DL Haynes (WI)
1978-1994
238
8648
152*
41.37
13707
63.09
17
57


(૨) આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ટી-૨૦  ક્રિકેટ માં સૌથી વધુ અડધી સદી  ૨૨/૧૦/૨૦૧૪ સુધી


Player
Span
Mat
NO
Runs
HS
Ave
BF
SR
100
50
50+
2005-2014
70
10
2105
123
35.67
1556
135.28
2
13
15
CH Gayle (WI)
2006-2014
43
3
1239
117
32.60
914
135.55
1
11
12
DA Warner (Aus)
2009-2014
52
3
1444
90*
29.46
1040
138.84
0
11
11
SR Watson (Aus)
2006-2014
45
3
1074
81
26.85
734
146.32
0
10
10
2006-2014
55
8
1493
100
31.76
1121
133.18
1
9
10
TM Dilshan (SL)
2006-2014
62
10
1466
104*
28.74
1226
119.57
1
9
10
V Kohli (India)
2010-2014
28
5
972
78*
46.28
738
131.70
0
9
9
AD Hales (Eng)
2011-2014
33
5
1062
116*
37.92
767
138.46
1
7
8
Yuvraj Singh (India)
2007-2014
40
6
968
77*
31.22
669
144.69
0
8
8
2006-2014
56
9
1382
78
31.40
1156
119.55
0
8
8
H Masakadza (Zim)
2006-2014
31
1
833
79
27.76
732
113.79
0
7
7
MN Samuels (WI)
2007-2014
35
5
834
85*
29.78
685
121.75
0
7
7
RG Sharma (India)
2007-2014
42
11
739
79*
30.79
586
126.10
0
7
7
G Gambhir (India)
2007-2012
37
2
932
75
27.41
783
119.02
0
7
7